જ્યારે મૌનમાં બંધ હતી આ લાગણીઓ…
યાજ્ઞિક રાવલ, Yagnik Raval
જ્યારે મૌનમાં બંધ હતી આ લાગણીઓ, ત્યારે કોઈએ એના ખબરઅંતર પૂછ્યા'તાં ? ઘરના બંધ દરવાજા પાછળ એ રડતી'તી, ત્યારે કોઈએ એના આંસુ લૂછ્યા'તાં ? એ તો લાગણીઓ થઈ થોડુંક વિચારતા, જ્યારે અમે કવિતા લખતા શીખ્યા'તાં ! શબ્દરૂપે મૌનમાં બંધ લાગણીઓ થઈ આઝાદ, ત્યારે કેટલાક એને 'લાગણીનો ઊભરો' કહેતાં'તા ! લાગણીઓ આઝાદ થઈ જ નથી 'યારા' , હજી કેટલાક લોકો એની ફરિયાદ કરતા'તાં ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻