દિવાળી !

Yagnik Raval, યાજ્ઞિક રાવલ
અંધકારનો અંત છે દિવાળી, ઉજાસનો ઉદય છે દિવાળી, ક્યાંક હર્ષની છે દિવાળી ! તો, ક્યાંક શોકની છે દિવાળી ! ક્યાંક સુખનો સુરજ છે દિવાળી ! તો ક્યાંક દુઃખનો દરિયો છે દિવાળી ! ક્યાંક મીઠાઈની છે દિવાળી ! તો ક્યાંક એક રોટલીની છે દિવાળી ! ક્યાંક ન્યાયની છે દિવાળી ! તો ક્યાંક અન્યાયની છે દિવાળી ! બધે જ છે દિવાળી પણ, બધાની અલગ અલગ છે દિવાળી !                 ~ યાજ્ઞિક રાવલ