મેં ગામ જવાની હઠ છોડી દીધી !

ઘરની દીવાલો મનમાંથી તોડી દીધી,
મેં ગામ જવાની હઠ છોડી દીધી !

ભૂલ્યો રસ્તો,પાદર,ખેતર,શેઢો,
અકળાયેલી યાદોને મેં રોકી દીધી !

હતો આંખમાં ઉમંગ ને જીવનનું મૂળ,
પગની માટી મેં રસ્તામાં ખંખેરી દીધી !

અટવાયેલી મેં ફરિયાદો છોડી દીધી,
જિંદગાની સપનામાં જોડી દીધી !

વીત્યો વીસકો એ જગા ત્યજી દીધી,
મેં ગામ જવાની હઠ છોડી દીધી !

~ યાજ્ઞિક રાવલ 

About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment