શત્રુના હર વિવાદનો સ્વીકાર થશે,
તીક્ષ્ણ ઘા, પ્રહારનો પ્રતિકાર થશે!
સમયના ન્યાયનો જ આવકાર થશે,
સત્યની જીતનો જ ધબકાર થશે!
પળ બે પળ અહીં થંભી જા તું,
પ્રતિશોધની જ્વાળામાં જશ્નનો ઝબકાર થશે!
પૂર્ણતાને વીંધીને પરિવર્તનનો વિસ્તાર થશે,
સત્યની જીતનું જ સ્વપ્ન આ સાકાર થશે!
"યારા", ન માની લે પંથનો આ અટકાવ છે,
રાતના વિરામ બાદ પથિકની નવસવાર થશે !
~ યાજ્ઞિક રાવલ
(18/3/26)