શબ્દોની શેરીઓમાં…

શબ્દોની શેરીઓમાં ક્યાંક અમે અટવાઈ ગયા,
છંદના સાસરિયામાં ક્યાંક અમે ખચકાઈ ગયા !

વર્ણનોના વનના રસ્તાઓ ક્યાંક વિસરાઈ ગયા,
લાગણીના વરસાદમાં ક્યાંક અમે છલકાઈ ગયા !

પંડિતોની દિશામાં ક્યાંક અમે સંકેલાઈ ગયા,
રસ્તો શોધતા ખુદની દુનિયામાં ધકેલાઈ ગયા.

વ્યાકરણની વાતમાં ક્યાંક અમે ભટકાઈ ગયા,
દિલની ધડકન સાથે ક્યાંક અમે અથડાઈ ગયા !

દ્યની આંટીઘૂંટીમાં ક્યાંક અમે લલચાઈ ગયા,
મહાન કવિઓની વચ્ચે ક્યાંક અમે ગૂંચવાઈ ગયા.

રહેવા દો આ ગઝલ અને અન્ય સ્વરૂપો "યારા",
અમે મુક્ત અને પ્રાસયુક્ત પ્રવાહમાં ફંટાઈ ગયા !

~ યાજ્ઞિક રાવલ "યારા" 

(18/3/26)

About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment