કારણો શોધવા ક્યાં જઈએ ?

કારણો શોધવા ક્યાં જઈએ ?
કચરામાં શોધીએ તો કાળજા મળે,
જંગલમાં શોધીએ તો હાડકા મળે!

આકાશમાં એની તૂટેલી પાંખો મળે,
ને જમીન પર એની આંખો મળે !
કારણો શોધવા ક્યાં જઈએ ?

અહીં તહીં ફરીફરીને એકઠા કર્યા,
પણ આ શોધ્યા એ તો અવશેષો નીકળ્યા!
કારણો શોધવા ક્યાં જઈએ ?

"યારા" પૂછ આ અવશેષોને જ,
કારણોનો ત્યાં ભૂતકાળ મળે !
કારણોને પહેલા ઓળખવા પડે.
કારણોની શોધ ક્યાં હોય ?

~ યાજ્ઞિક રાવલ

(૫/૨/૨૬)

About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment