કહીશ એક વાત તો હૈયું ભરાઈ જશે,
શ્વાસ થંભ્યો ને તસ્વીર ટંકાઈ જશે !
હવે હૃદયનો ધબકાર પણ દબાઈ જશે,
અધૂરપ એક દિવસ રાખમાં સમાઈ જશે !
જાતનો પતંગ પણ જગતથી કપાઈ જશે,
શાશ્વત દોરી પણ શૂન્યતાથી બંધાઈ જશે !
કોઈ ક્ષણના ચોકઠામાં ઓળખ ઘડાઈ જશે,
આ અસ્તિત્વની ઓળખ પણ ભૂલાઈ જશે !
છલોછલ આયખું અમસ્તું જ ખર્ચાઈ જશે,
ચાલ, આ જિંદગીના દાદરા ખવાઈ જશે !
~ યાજ્ઞિક રાવલ "યારા"
(25/3/26)