સપનાઓની સાંકળ વચ્ચે ક્યાંક અમે અટવાયા!

સપનાઓની સાંકળ વચ્ચે ક્યાંક અમે અટવાયા! અટવાયા કોઈકની આંખોમાં,
અટવાયા કોઈકના હાથોમાં,
અટવાયા કોઈકના ખિસ્સામાં,
અટવાયા કોઈકના કિસ્સામાં.
સપનાઓની સાંકળ વચ્ચે ક્યાંક અમે અટવાયા!

પકડો પડછાયાને, બાંધો એને દોરીથી, સપનાઓની સાંકળ એણે તોડી'તી.
પકડો! પકડો! પિછાણ વિનાના પડછાયા!
શિખરે પહોંચ્યા અમે એકલવાયા,
પરિચિતોએ જ ખીણમાં ધકેલ્યા.
સપનાઓની સાંકળ વચ્ચે ક્યાંક અમે અટવાયા!

'યારા' સપનાઓની સાંકળ ક્યાં છે?
હશે સાંકળ? કે ભ્રમ સાથે અમે અથડાયા? સપનાઓની સાંકળ વચ્ચે ક્યાંક અમે અટવાયા?
~ યાજ્ઞિક રાવલ

(19/3/26)

About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment