સરળતામાં પણ ગહનતા છુપાયેલી હોય છે,
ને ગહનતામાં પણ સરળતા સમાયેલી હોય છે !
શબ્દોમાં જ્યારે કવિની કલ્પના ભરે છે,
ત્યારે શબ્દો પણ વજનદાર બને છે !
વિષય અને વિચારો એ જ હોય છે,
પણ જોવાની દૃષ્ટિ અલગ અલગ હોય છે !
કવિનું કામ તો સર્જવાનું હોય છે,
આપણે એને સમજવાનું હોય છે !
કયારેક એ શબ્દોમાં જ્ઞાન શોધવાનું,
તો ક્યારેક એને માણવાનું હોય છે !
શબ્દોની દુનિયા છે "યારા", એ જ શબ્દો હોય,
પણ સર્જકે સર્જકે વાહ વાહ થાય છે !
~ યાજ્ઞિક રાવલ ✍🏻
(1/12/24)