રંગ ભરેલી આ દુનિયામાં…

Yagnik Raval, યાજ્ઞિક રાવલ
રંગ ભરેલી આ દુનિયામાં કેટલાંય રંગ રહે છે!

'બૂરા ન માનો હોલી હૈ' એમ કહીને,
પાછળથી એને જ ખોટું લાગી જાય છે ને ?
રંગ ભરેલી આ દુનિયામાં કેટલાંય રંગ રહે છે!

મે લીલાંછમ વૃક્ષોમાં પણ પીળાશ જોઇ છે,
ને નદીઓના તીક્ષ્ણ પ્રવાહમાં પણ હળવાશ દેખી છે!

મે કાબરોને કાગડાઓ સાથે જોઇ છે,
ને કબૂતરો સાથે ચકલીઓને નિહાળી છે !
મે જાત ભૂલી પક્ષીઓને એક સ્થાને બેઠેલાં જોયા છે!
આ રંગ ભરેલી દુનિયામાં કેટલાંય પ્રકૃતિનાં રંગ નિહાળ્યા છે!
રંગ ભરેલી આ દુનિયામાં કેટલાંય રંગ રહે છે !

ખરેખર તો, આ પ્રકૃતિનાં રંગોમાં જ સાચી સજાવટ છે,
બાકી માણસના તો રંગોમાં પણ બનાવટ છે.

રંગ ભરેલી આ દુનિયામાં કેટલાંય રંગ રહે છે!
રંગો પણ એક દિવસ એકમેકમાં ભળી જાય છે!
પણ,માણસ તો રંગો સાથે પણ રંગહીન રહી જાય છે !!

~ યાજ્ઞિક રાવલ ✍🏻
25/03/2024

About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને www.yagnik.eu.org એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment