વહેલી સવારે સંભળાતો,
ચીં…ચીં…નો કલરવ ક્યાં છે ?ક્યાં છે એનો માળો,
ક્યાં છે એનો પડછાયો ?
મારી બાળપણની ભેરુ ચકલી ક્યાં છે?
છે એ શહેરની શેરીઓમાં,
કે ગામડાની ગલીઓમાં ?
રૂંધાયેલો શ્વાસ લઈ,
જીવે કઈ દુનિયામાં ?
મારી બાળપણની ભેરુ ચકલી ક્યાં છે?
જુઓ, આકાશમાં ઊડતું,
જીવવા માટે તરફડતું !
છે પક્ષી નાનું-અમથું.
અવાજ એનો સાંભળો,
ચીં…ચીં…જેવું બોલતું !
કદાચ છે એ જ તમારી,
બાળપણની ભેરુ ચકલી !
~ યાજ્ઞિક રાવલ
20/3/26