ખેતર વચ્ચે રસ્તા વચ્ચે ઊભો છું હું ઝાડ બનીને,
નસીબના વળાંકો વચ્ચે ઊભો છું હું ઢાળ બનીને !
ક્ષણોના વહેણો વચ્ચે ઊભો છું હું પાળ બનીને !
મુશ્કેલીઓના માથા વચ્ચે ઊભો છું હું પ્રહાર બનીને !
અંધારાના આભ વચ્ચે ઊભો છું હું ઉજાસ બનીને,
દરિયાની લહેરો વચ્ચે ઊભો છું હું પહાડ બનીને !
અસત્યના બજારો વચ્ચે ઊભો છું હું કાચ બનીને,
નફરતના નગરો વચ્ચે ઊભો છું હું દ્વાર બનીને !
દુનિયાના દલદલમાં ઊભો છું હું ચટ્ટાન બનીને, 'યારા' રણમેદાનમાં ઊભો છું હું ત્રાડ બનીને!
~ યાજ્ઞિક રાવલ
(૪/૨/૨૬)