શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન કે માર્કસ

Yagnik Raval, યાજ્ઞિક રાવલ
 શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન કે માર્કસ         શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખુબ જ ઉપયોગી છે,શિક્ષણ વ્યક્તિની , દેશની, તથા સમાજની ઉન્નતિ માટે ઘણી જ મહત્વની ભૂમિકા નિભાવે છે. આજના સમયમાં તો સરકાર દ્વારા RTE હેઠળ 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર મળેલો છે.                  શિક્ષણનું સ્વરૂપ બદલાયું છે, પહેલા ગુરુકુલ હતા,અને આજે એની જગ્યાએ શાળા- કૉલેજ છે. પ્રાચીન સમયમાં જો આપણે શિક્ષણનું ઉદ્દેશ્ય જોઈએ તો જ્ઞાનપ્રાપ્તિનું હતું. અને એ સમયમાં વિદ્યાર્થી જોડે કેટલું જ્ઞાન છે એના પરથી જ એને ઓળખવામાં આવતો, અર્થાત્ જે વિદ્યાર્થી જોડે જ્ઞાન વધારે એને સમાજ માં નામ , કામ, સન્માન મળતું હતું. એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થીની ઓળખ જ એનું જ્ઞાન હતું. એ સમયે પણ ભણવામાં હરીફાઈ હતી પણ જ્ઞાનની હરીફાઈ હતી ! એ સમયે શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન આપવાનું હતું, અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું હતું. પરંતુ આજના સમયમાં જ્ઞાન કરતા વિદ્યાર્થીએ મેળવેલા માર્કસને વધારે મહત્વ આપવામાં આવે છે. એટલે એક પ્રશ્ન થાય કે , આજના સમયના શિક્ષણનું ઉદ્દેશ્ય જ્ઞાન કે માર્કસ ?                  આજનું શિક્ષણ માર…

About the author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને www.yagnik.eu.org એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

1 comment

  1. Anonymous
    ખુબ સરસ..