રાવણ તો સળગે છે,પણ દુશાસન હજુ જીવે છે....

યાજ્ઞિક રાવલ, Yagnik Rawal, Yagnik Raval, રાવણ દહન પર કવિતા, વિજયાદશમી પર કવિતા
 રાવણ તો સળગે છે,
પણ દુશાસન હજુ જીવે છે !

આજનો રાવણ , દુશાસન કંઇક બબડે છે,
પણ કોણ સાંભળે, માનવ-માનવ ઝઘડે છે !

રાવણ , દુશાસન કહે છે ,
હું છું તમારી અંદર,
મારો અંત કરવો નથી સરળ !

ન્યાય માટે માનવ ભટકે છે,
અન્યાય આગળ સત્ય ઝૂકે છે !

બૂરાઈ તો કરી ગઈ છે ઘર,
સમાજમાં દૂષણ છે અટલ !

છે આ જ વાસ્તવિકતા આજની,
ને તમે કરો વિજયાદશમીની ઉજવણી !

રાવણ તો દર વર્ષે સળગે છે,
પણ દુશાસન હજુ જીવે છે !
~ યાજ્ઞિક રાવલ ✍🏻

(12/10/2024)


About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment