આ જવાની તો જવાની છે,…
યાજ્ઞિક રાવલ, Yagnik Raval
આ જવાની તો જવાની છે, આ જિંદગી પણ ક્યાં ટકવાની છે ! જો હસતા મોઢે એને આવકારી, બનશે જિંદગી પણ ,દીવાની તમારી ! મૃત્યુ બાદ હર પલ, રજાની છે, જીવી લો જિંદગી, મજાની છે ! આવશે એક દી, મોતની સવારી, પૂરી થશે તમારી, ક્ષણોની સાલવારી ! ભૂલીને શત્રુતાને , બનાવો દરેકને "યારા", ગમ કે ખુશીની હર ક્ષણ, જીવવાની છે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻