દીવો

Yagnik Raval, યાજ્ઞિક રાવલ, દિવાળી, દીવો
દીવો હું તમે પ્રગટાવેલ દીવો છું, હું અંધકારમાં પ્રકાશતો રહું છું! હું ક્યાં અંધકારને નડું છું, હું તો ઝળહળતો રહું છું ! પૂછો અંધકારને, મારાથી કેમ ડરે છે? હું તો મારું કર્તવ્ય નિભાવતો રહું છું ! અંધકારથી જ મને સન્માન મળે છે, સૂર્ય સમક્ષ હું પણ ઝાંખો જ છું ! અંધકારનો અંત થઈ જ ના શકે "યારા", છે એકબીજાના પૂરક અજવાળાં ને અંધારા ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻

About the author

નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment