દિવસોના દિવસો વીતતા ગયા…
દિવસોના દિવસો વીતતા ગયા, અમે એમના ગુણગાન ગાતા રહ્યા ! અમે તો મિત્રતા સમજતા ગયા, તે શત્રુતાના સથવારે ચાલતા રહ્યા ! રગ રગમાં એક છે લોહી તે ભૂલી ગયા, સ્વજનોને જ એ દુઃખ આપતા રહ્યા ! માણસો બદલાયા ,પેઢી બદલાઈ, પણ શત્રુતા મિત્રતામાં ના બદલાઈ ! અમે ક્યાં એમને 'યારા' બનાવવા માગતા હતા, અમે તો તેઓ શત્રુતા ભૂલે એ ઈચ્છતા હતા ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻