વહેતાં વિચારોની વચ્ચે થંભી તો જુઓ,
મનના માળવેથી કચરો ઉતારી તો જુઓ !
કયારેક ભૂતકાળ અને ભવિષ્ય ભૂલીને,
ક્ષણભર વર્તમાનમાં પણ જીવી તો જુઓ !
સૂર્યની જેમ તો બધા આથમે છે,
ચંદ્રની જેમ આથમી તો જુઓ !
સમય સાથે દોડ શરૂ કરતાં પહેલાં,
એકવાર સમય સાથે ચાલી તો જુઓ !
'યારા' એક ફિલ્મ માની આ દુનિયાને ,
પરદૃષ્ટિ છોડી સ્વદૃષ્ટિથી જોઈ તો જુઓ !
~ યાજ્ઞિક રાવલ ✍🏻
Follow me on 𝕏, click to Follow me on 𝕏 👉🏻
Follow me on 𝕏
About the author
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ