પતંગોત્સવ…

હવાના મેદાનમાં ફરી જંગ જામ્યો છે, ફરી એકવાર ઉત્સવ પતંગનો આવ્યો છે ! ગગનમાં દોરીની ખેંચતાણ ચાલે છે, પતંગ આભલાને સ્પર્શવા માગે છે ! કોઈ જીતે તો કોઈ હારે આ જંગમાં, પણ આનંદ ઉમટે સૌના હૈયામાં ! 'એ કાપ્યો' જેવા શબ્દો અથડાય કાને, હવાના મેદાનમાં પતંગનો જંગ ચાલે ! સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો પતંગનો તહેવાર, અંતે તો આપણને પણ કંઇક શીખવી જાય ! માનવજીવન પણ લાગે પતંગ જેવું જ "યારા", આપણે હોઈએ પતંગ, દોરી સમયના હાથમાં ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻

About the author

નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment