વાવાઝોડું
બ્રેકિંગ ન્યૂઝ , " હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સાથે વાવાઝોડાની પણ ચેતવણી આપવામાં આવી છે , બધાએ પોતાની સુરક્ષા માટે ઘરમાં જ રહેવું...." આ સંભાળતા જ કરણ ડરી ગયો, એને પોતાની માતાને કહ્યું," માં, શું આ વાવાઝોડું ઘણું જ ખતરનાક છે ? તેની માતા મીરાએ કહું,' હા બેટા, પણ કોઈ પણ વાવાઝોડું આપણા મનોબળ થી મજબૂત નથી હોતું. ભલે એ ખતરનાક હોય પણ આપણે જો મજબૂત મનોબળ રાખીશું તો આ વાવાઝોડા સામે પણ આપણી જ જીત થશે. મીરા NDRF માં કામ કરે છે, એને તો આ વાવાઝોડાની વચ્ચે પણ જવું પડશે, લોકોની મદદ માટે...એટલે તેનો દીકરો કરણ એને ના કહે છે… પરંતુ તેના પિતા તથા માતા તેને સમજાવે છે, અને કંઈ જ નહિ થાય એવું આશ્વાસન પણ આપે છે. ખરો સમય તો હવે શરૂ થાય છે, મીરાના નેતૃત્ત્વ હેઠળ NDRF ની ટીમ વાવાઝોડા સામે બચાવ કાર્યની યોજના બનાવે છે. મીરા આનું નેતૃત્ત્વ કરી રહી છે, ટીમના કેટલાક સભ્યો પણ ડરી ગયા છે, કારણ કે , આવું ખતરનાક વાવાઝોડુ આજ સુધી આવ્યું જ નથી ! મીરા તેમને "ડરવાનું નથી, આપણે મક્કમ રહેવાનું છે, કોઈપણ વાવાઝોડુ આપણાથી શક્તિશાળી નથ…