મેં ગામ જવાની હઠ છોડી દીધી !
ઘરની દીવાલો મનમાંથી તોડી દીધી, મેં ગામ જવાની હઠ છોડી દીધી ! ભૂલ્યો રસ્તો,પાદર,ખેતર,શેઢો, અકળાયેલી યાદોને મેં રોકી દીધી ! હતો આંખમાં ઉમંગ ને જીવનનું મૂળ, પગની માટી મેં રસ્તામાં ખંખેરી દીધી ! અટવાયેલી મેં ફરિયાદો છોડી દીધી, જિંદગાની સપનામાં જોડી દીધી ! વીત્યો વીસકો એ જગા ત્યજી દીધી, મેં ગામ જવાની હઠ છોડી દીધી ! ~ યાજ્ઞિક રાવલ