હા વીતી ગયો એ જમાનો
ભણવા જતા ચંપલ મળતી ન્હોતી
તેમ છતાંય એમને ધૂળ ની ડમરી નડતી નહોતી
પેન અને પાટી, પેન્સીલ, રબર અને પુસ્તક
કમ્પ્યૂટર પર ક્યારે આંગળી ફરતી નહોતી,
ખાવા માટે " બા" દેતી મમરા અને ધાણી
નાસ્તા માટે ત્યારે મેગી બનતી નહોતી
રોજ સવારે ચાલીને અમે શાળાએ જતા
આંખો કોઈ વાહન પ્રતીક્ષા કરતી નહોતી
વર્ષો પહેલાં આપણે સૌ આંગણે રમતા
મોબાઈલ ની તો તે પહેલાં કોઈ હસ્તી પણ નહોતી
બચનપ વીત્યું તોય મજાનું એવું સુંદર
જાણે કે દુનિયામાં દુઃખ વસ્તી નહોતી
હા વીતી ગયો એ જમાનો
જેમાં કોઈનીય કોઈ સાથે ફરિયાદ નહોતી