બે જુબાન પથ્થર પર લાખો ના ઘરેણાં લટકતા જોયા છે મે......

 બે જુબાન પથ્થર પર

લાખો ના ઘરેણાં

લટકતા જોયા છે મેં.


અને મંદિર ની સીડી પર 

એક રૂપિયા માટે તરસતું

દેશ નું ભવિષ્ય પણ

જોયું છે મેં.

⭕️

સજાવ્યા છપન ભોગ

અને મીઠાં મેવાઓ

એક મુરત ની સામે,


મંદિર ની બહાર એક માનવ

ને ભૂખ થી તરસતા

જોયા છે મેં.

⭕️

ઓઢાડેલી છે

રેશમી ચાદરો તે

મજાર પર,


પણ બહાર એક

વૃદ્ધ માતા ને ઠંડી થી

થર થર કાપતા

જોઈ છે મેં.

⭕️

મૂર્ખ દઈ આવ્યો છે

લાખો રૂપિયા મંદિર

નિર્માણ માટે,


એનાજ ઘર માં

માત્ર 500 રૂપિયા માટે

કામવાળી બાઈ ને

બદલતા જોઈ છે મેં.

⭕️

સાંભળ્યું છે ચડ્યો છે

મંદિર ના પગથિયાં

તેના દુઃખ ના

નિવારણ માટે,


એના માઁ બાપ ને

અનાથઃ આશ્રમ માં,

રડતા કકડતા પણ

જોયા છે મેં.

⭕️

સળગાવતા રહ્યા તે

અખંડ જ્યોત સાચા

દેશી ઘી થી,


ગરીબ ભૂખ્યા તરસ્યા

બટકું રોટલા માટે

ઝગડતાં જોયા છે મેં.

⭕️

જેણે નથી આપી

માઁ બાપ ને ભરપેટ

રોટલી ક્યારેય,


આજ અચાનક તેને 

સમાજ માં સમૂહ ભોજન

કરાવતા જોયા છે મેં.

⭕️

કહેવા માટે શબ્દો પણ

ઓછા પડે છે મારાં હવે,


માણસો ના હજારો

રંગ બદલતા પણ

જોયા છે મે.

Post a Comment