પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ !
પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ ! એક નહિ અનેક છે પડછાયા ! દુઃખના જ નહિ, સુખના પણ હોય છે પડછાયા ! સત્યની શોધમાં નીકળેલો માણસ, વૃક્ષના મૂળમાં સત્ય શોધતો માણસ ! આશા-નિરાશા વચ્ચે અથડાતો માણસ ! પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ ! પ્રેમમાં પાંગરતો માણસ, વિરહની વેદનામાં તરફડતો માણસ ! અજ્ઞાનમાં વિજ્ઞાન શોધતો માણસ, હજારો પ્રકાશવર્ષ દૂર દેખતો માણસ, અંધકારમાં પણ પ્રકાશ પાથરતો માણસ ! પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ ! જાત જાતના પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ, શું અંતે પડછાયામાં ભળી જશે, કે પડછાયો એને ભરખી જશે! ~ યાજ્ઞિક રાવલ