મનની વાતો ,શબ્દોનો શણગાર, કવિ નહિ તો, શબ્દોનો જાદુગર !

બદલાતો દિવસનો દીદાર,
મનમાં થયો ઝબકાર !

દેખાતો હતો ચોતરફ અંધકાર,
ત્યારે આવ્યો મનમાં નવવિચાર !

કૈક લખવાની શરૂઆત થઇ,
ને હું પણ બન્યો રચનાકાર !

મનની વાતો ,શબ્દોનો શણગાર,
કવિ નહિ તો, શબ્દોનો જાદુગર !

"યારા" આમ જ લખતો રહીશ,
તો કવિનો મળશે તને આકાર !

~ યાજ્ઞિક રાવલ 

About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment