સમયના વહેણને કોણ રોકી જ શકે ?
એનો પ્રવાહ અવિરત વહેતો જ રહે !
એનો પ્રવાહ અવિરત વહેતો જ રહે !
વહેતાં પાણીની જેમ દહાડા વીતી ગયા,
આંખના પલકારામાં બે દાયકા વીતી ગયા !
સ્વઅસ્તિત્વની ઉજવણીનો છે અવસર,
કરીએ ઉજાણી આ અવસરની માનભેર !
સમય, ડર ના બતાવ તું તારા આથમવાનો,
સૂર્યનું કિરણ નવી આશા લઈને આવ્યું છે !
'યારા' યુવાની પૂરી થવામાં તો વાર છે,
આજે તો એકવીસમાં વર્ષની સવાર છે !
~ યાજ્ઞિક રાવલ ✍🏻
#જન્મદિવસ