એ તિરંગા…!

આઝાદીની ઉજવણીનો છે આ પર્વ,
દેશ અને તિરંગા પર રાખો ગર્વ !

કોઈને કંઇ ન કહેતો એ તિરંગા,
અવિરત લહેરાતો રહેજે એ તિરંગા !

ભલે રહેતો દેશવાસીઓ સંગ એ તિરંગા,
બસ ના બદલતો તારો રંગ એ તિરંગા !

ભેદભાવમાં માનતો નહીં એ તિરંગા,
રાજનીતિમાં અટવાતો નહીં એ તિરંગા !

વીરોના બલિદાનમાં ચમકતો રહેજે એ તિરંગા,
દેશની સરહદ પર ફરકતો રહેજે એ તિરંગા !

આસમાનને હરપળ સ્પર્શતો રહેજે એ તિરંગા,
દુનિયામાં દીવાની જેમ ઝળહળતો રહેજે એ તિરંગા !

નેતાઓના કપટથી ચેતતો રહેજે એ તિરંગા,
દેશભક્તોના હૃદયમાં ધબકતો રહેજે એ તિરંગા !

દેશભક્તિમાં દેશને રંગતો રહેજે એ તિરંગા,
સૈનિકોનો જુસ્સો વધારતો રહેજે એ તિરંગા !

દેશની એકતા મજબૂત રાખતો રહેજે એ તિરંગા,
આસમાનમાં અવિરત લહેરાતો રહેજે એ તિરંગા !

~ યાજ્ઞિક રાવલ ✍🏻


About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment