જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે,
આતમના અંધારે જ્ઞાનની વાતો થાય છે !
આતમના અંધારે જ્ઞાનની વાતો થાય છે !
ઈશ્વરને તો ભૂલી ગયો, ઠીક છે,
પણ માણસ માણસ દૂર થતો જાય છે !
માણસાઈના પાઠ ભણાવનારો માણસ,
આજે માણસથી જ છેતરાતો જાય છે !
જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે,
પરંતુ અંતરમાં અંધકાર છવાતો જાય છે.
'યારા' અજ્ઞાન જ્ઞાન બની ફેલાતું જાય છે,
કેમ કે,તકનીકનો દુરુપયોગ વધતો જાય છે !
~ યાજ્ઞિક રાવલ ✍🏻