હાર ન માની....


 ઇચ્છા હતી એમની, ટોળામાં ભેળવવાની,
આસપાસ ભીડ ભેગી કરી, અમને ઘેરવાની !

હર કોઈએ કર્યા પ્રયાસ, અમને છેતરવાના,
અમે પણ દ્વાર શોધ્યા, એમનાથી છટકવાના !

આ અમસ્તી ભીડ અમને શું ડરાવવાની ?
અમે તાલીમ લીધી હતી, સમુદ્ર તરવાની !

એ ટોળાએ કોશિશો કરી, અમને જોતરવાની,
અમારી પૂર્વતૈયારી હતી, એમને પડકારવાની !

કોશિશ એમને હજારો કરી, કાદવમાં દાટવાની,
'યારા' હાર નહોતી માની, કમળ બની ઊગવાની !

~ યાજ્ઞિક રાવલ


About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment