આથમતાં અજવાળે ઊગતો ઉજાસ…!
શમણાંઓ લઈને આમતેમ ભટકતાં રહ્યાં, વર્ષ વીત્યું, ને પૂર્ણતાને પામવા મથતાં રહ્યાં ! નનામી લઈને નીકળ્યો છે સમય સાતતાળી દેવા, સજાવો,શણગારો સપનાઓ,વર્ષો વીતતાં રહ્યાં ! ~ યાજ્ઞિક રાવલ આજે આપણે વર્ષ 2025ની સીમાએ ઊભા છીએ અને નવા વર્ષની સરહદ બિલકુલ સામે જ છે ! એક વર્ષ આથમી રહ્યું છે અને નવા વર્ષનો ઉજાસ તેજ ગતિથી આપણી તરફ આવી રહ્યો છે. તો ચાલો, આજે વાત કરીએ " આથમતાં અજવાળે ઊગતા ઉજાસની !" આમ તો સમય દરેક માટે એકસમાન વહે છે, પણ જ્યારે "વર્ષ કેવું વીત્યું?" એવો પ્રશ્ન પૂછીએ, ત્યારે એ એકસમાન લાગતું વર્ષ દરેક માટે અલગ બની જાય છે ! કોઈના માટે 2025 સંઘર્ષની વાર્તા છે, તો કોઈના માટે સફળતાનું શિખર. કોઈના માટે સંવેદનાની સરવાણી, તો કોઈના માટે સંશયના વાદળો. પણ સત્ય તો એ છે કે વર્ષ ગમે તેવું વીત્યું હોય, આપણને કંઈક 'આપીને' જ ગયું છે. 2025માં મળેલી નિષ્ફળતાએ કદાચ સફળતા સુધીનો માર્ગ વધુ સરળ અને સ્પષ્ટ કરી આપ્યો છે. 2025 એ મને જે કંઈ પણ આપ્યું છે, તેને જો ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે — આ વર્ષ મને આત્મઘડતરના અજવાળામાં લઈ આવ્યું ! હવે વાત આથમતાં અજવાળામાં ઊગતા ઉજાસની ! એટલે કે, આવનારા વર…