વાદવિવાદમાં તું કેવો અટવાઈ ગયો,
મૂળ વાત શું ? એય ભૂલી ગયો !વિવાદોમાં આ જન્મારો ગયો,
એને જન્મ આપનારો ગયો!
સમયનો સોદાગર પણ ગયો,
એને પારખનારો પણ ગયો !
આ ભ્રમજાળ બનાવનારો ગયો,
એમાં આપણને ફસાવનારો ગયો !
સુધરશો ક્યારે તમે 'યારા' ?
હવે તો ઇતિહાસ રચનારો ગયો !
~ યાજ્ઞિક રાવલ