વાદવિવાદમાં તું કેવો અટવાઈ ગયો, મૂળ વાત શું ? એય ભૂલી ગયો ! વિવાદોમાં આ જન્મારો ગયો, એને જન્મ આપનારો ગયો! સમયનો સોદાગર પણ ગયો, એને પારખનારો પણ ગયો ! આ ભ્રમજાળ બનાવનારો ગયો, એમાં આપણને ફસાવનારો ગયો ! સુધરશો ક્યારે તમે 'યારા' ? હવે તો ઇતિહાસ રચનારો ગયો ! ~ યાજ્ઞિક રાવલ