માણસ તું ભૂલો પડ્યો...

માણસ તું ભૂલો પડ્યો,
ધર્મમાં એવો તો લપેટાઈ ગયો,
કે તું માનવતા જ ભૂલી ગયો !

'વસુધૈવ કુટુંબકમ્' નો મર્મ ના સમજ્યો
ને કટ્ટરતાને ધર્મ માની ભેટી પડ્યો !

આસ્તિક-નાસ્તિક નથી કોઈ પંથ ધર્મનો,
છે વાસ્તવિકતા જ સાચો પથ ધર્મનો !

સુખ,શાંતિ,સમૃદ્ધિ સિવાય,બધાની વાતો અહિ થાય .
પાખંડને પૂર્ણ સમજી,અજ્ઞાનને અસ્તિત્વ માની લેવાય!
માણસ તું ભૂલો પડ્યો !

~ યાજ્ઞિક રાવલ ✍🏻

(૨૬/૭/૨૫)

About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment